સામાજિક સાહજિક બદલાવ અંતર્ગત શરૂ થયેલી પહેલ સામાજિક ઉત્ક્રાંતિ બાદ હવે આર્થિક ઉત્ક્રાંતિ માટે સમાજ દ્વારા જન ઉત્કર્ષ રોજગાર મેળાના શીર્ષક હેઠળ તારીખ: ૦૭-૦૭-૨૦૨૪ ના રોજ કાનપુર સમાજવાડી ખાતે કટારીયા ઓટોમોબાઇલ અને અન્ય કંપનીઓ દ્વારા જરૂરિયાતમંદ સર્વજ્ઞાતિય ઉમેદવારોને પ્લેસમેન્ટ આપવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
કુળદેવી શ્રી અર્બુદા માતાજીની અસીમ કૃપા તથા જ્ઞાતિબંધુઓની શુભકામનાઓથી આપણા સમાજનો ગૌરવપ્રદ તૃતીય સમૂહ લગ્નોત્સવ ક્રમ સંવત ૨૦૮૧ પોષ વદ પાંચમ ને રવિવાર તા. ૧૯-૦૧-૨૦૨૫ ના મંગલ દિને શ્રી દેહગોળ કડવા પાટીદાર સમાજવાડી – નવા રેવાસ મુકામે યોજી રહ્યા છીએ.
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ ૨૦૧૯માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. જેમાં લાભાર્થી દીકરીઓને રૂા. ૧,૧૦,૦૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે.