+ જાહેરાતો +
નવી અપડેટ્સ
રોજગાર મેળો – આર્થિક ઉત્ક્રાંતિની પહેલ
સામાજિક સાહજિક બદલાવ અંતર્ગત શરૂ થયેલી પહેલ સામાજિક ઉત્ક્રાંતિ બાદ હવે આર્થિક ઉત્ક્રાંતિ માટે સમાજ દ્વારા જન ઉત્કર્ષ રોજગાર મેળાના શીર્ષક હેઠળ તારીખ: ૦૭-૦૭-૨૦૨૪ ના રોજ કાનપુર સમાજવાડી ખાતે કટારીયા ઓટોમોબાઇલ અને અન્ય કંપનીઓ દ્વારા જરૂરિયાતમંદ સર્વજ્ઞાતિય ઉમેદવારોને પ્લેસમેન્ટ આપવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
સમૂહ લગ્નોત્સવ (2025)
કુળદેવી શ્રી અર્બુદા માતાજીની અસીમ કૃપા તથા જ્ઞાતિબંધુઓની શુભકામનાઓથી આપણા સમાજનો ગૌરવપ્રદ તૃતીય સમૂહ લગ્નોત્સવ ક્રમ સંવત ૨૦૮૧ પોષ વદ પાંચમ ને રવિવાર તા. ૧૯-૦૧-૨૦૨૫ ના મંગલ દિને શ્રી દેહગોળ કડવા પાટીદાર સમાજવાડી - નવા રેવાસ મુકામે યોજી રહ્યા છીએ.
વ્હાલી દીકરી યોજના
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ ૨૦૧૯માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. જેમાં લાભાર્થી દીકરીઓને રૂા. ૧,૧૦,૦૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે.
+ મૂલ્યો +
સમાજ ના પાયારૂપી મૂલ્યો
10+
યોજનાઓ
+ આંજણા સમાજ - એકતા થી પ્રગતિ તરફ +
શિક્ષણ, સેવા, સંસ્કાર સાથે શ્રેષ્ઠ ભવિષ્યની રચના
આંજણા સમાજ સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા અમે સમાજના દરેક વર્ગને પ્રગતિ માટેનું મજબૂત મંચ પ્રદાન કરીએ છીએ. અમારા કાર્યક્રમો જેમ કે સમૂહ લગ્નોત્સવ, જાનકી વિવાહ યોજના અને રોજગાર મેળા સમાજના સૌદર્ય અને સહકારના પ્રતિક છે.
સામાજિક એકતા અને સમરસતા
અમે સમાજના દરેક વ્યક્તિને એકસાથે લાવવા માટે કાર્ય કરીએ છીએ, જ્યાં કૌટુંબિક અને સામાજિક બંધો વધુ મજબૂત બને.
શ્રેષ્ઠ તકોનું પ્રદાન
જ્ઞાન અને રોજગારીના ક્ષેત્રે સમાજના યુવાનો માટે શ્રેષ્ઠ તકો સર્જવી અમારી પ્રાથમિકતા છે. રોજગાર મેળા જેવા કાર્યક્રમો દ્વારા યુવાનોને આત્મનિર્ભરતા તરફ દોરી જવાની દિશામાં અમારું સતત પ્રયત્ન છે.
+ દાતા શ્રીઓ +
દાનવીર પ્રતિભાઓ

રૂ।. ૧૫,૧૧,૧૧૧/-
શ્રી નરસિંહભાઈ કેશરભાઈ દેસાઈ - ભદ્રેસર (હાલ- અમેરિકા)

રૂ।. ૮.૫ લાખ (અંદાજિત)
શ્રી પ્રવીણભાઈ નાથાભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પ્રવીણભાઈ પટેલ - ચિત્રોડા

રૂ।. ૮.૫ લાખ (અંદાજિત)
શ્રી દિનેશભાઈ હીરાભાઈ પટેલ, શ્રી જસવંતભાઈ હીરાભાઈ પટેલ - અબડાસણ, પાર્થ એગ્રોટેક, હિંમતનગર

રૂ।. ૪,૦૦,૦૦૦/-
શ્રીમતી વજુબેન સુરેશભાઈ ગુલાબચંદભાઈ પટેલ, હસ્તે. નૈતિક સુરેશભાઈ પટેલ - અબડાસણ (હાલ - મુંબઈ)

રૂ।. ૧,૫૧,૦૦૦/-
શ્રીમતી કોકિલાબેન જસુભાઈ જીવાભાઈ પટેલ - ચોટાસણ હસ્તે. નિવેદિતા નિખિલકુમાર પટેલ તથા ઝરણા મિતેશકુમાર પટેલ (હાલ - ઓસ્ટ્રેલિયા)

રૂ।. ૧,૫૧,૦૦૦/-
શ્રી દિનેશભાઈ ભીખાભાઈ પટેલ, મંત્રીશ્રી, શ્રી આંજણા પાટીદાર હિતવર્ધક કેળવણી મંડળ, ઇડર (વડિયાવીર)